સૌથી મોટી ખૂબી

લખવાનું જ નહીં. બોલો, એટલે થઈ ગયું.

ટાઇપ કરવાની ઝંઝટ કાઢી નાખી. માઇક દબાવો, ગુજરાતીમાં બોલો, એન્ટ્રી થઈ જાય.

સાંભળવા માટે કોઈ પણ વાક્ય પર ટૅપ કરો

મહેશભાઈના દસ હજાર રૂપિયા આવ્યા.

મહેશભાઈ

પૈસા મળ્યા

₹10,000

સાચવો

સહેલુ શું કરે છે

રોજના પાંચ સવાલ. તરત જવાબ.

અમે તમને "સોફ્ટવેર" નથી વેચતા. અમે આ સવાલોના જવાબ આપીએ છીએ.

  • કોણે પૈસા આપ્યા?
  • કોના પૈસા બાકી છે?
  • આજે કેટલા પૈસા આવ્યા?
  • કોને ફોન કરવાનો છે?
  • બધો હિસાબ મોબાઇલમાં.

વાપરવાની રીત

શીખવાની જરૂર જ ન પડે

60 વર્ષના વેપારી પણ પહેલી જ વાર ખોલે અને વાપરી શકે. એટલી સાદી સ્ક્રીન.

01

મોટા અક્ષર, મોટાં બટન

નાની લિંક કે છુપાયેલા મેનુ નહીં. જે કરવાનું છે એ સામે જ દેખાય.

02

ફક્ત ચાર બટન

પૈસા આવ્યા, ખર્ચ થયો, ગ્રાહકો, હિસાબ. બસ. બાકી બધું અંદર.

03

બધું ગુજરાતીમાં

અંગ્રેજી શબ્દોનું ભાષાંતર નહીં. તમે જે ભાષા બોલો છો એ જ ભાષા.

04

ભૂલ થાય તો સુધરે

ખોટી એન્ટ્રી થઈ જાય તો એક ટૅપમાં સુધારો. કંઈ બગડે નહીં.

આજે કહો. પરમ દિવસે વાપરો.

પહેલાં સિસ્ટમ જુઓ, પસંદ આવે પછી જ પૈસા. કોઈ કરાર નહીં.