ચોપડો
પાનાં ફાટે છે, આંકડા ખોવાય છે. જૂની એન્ટ્રી શોધવામાં અડધો કલાક જાય.
તમારા ધંધા માટે ખાસ બનેલી સિસ્ટમ
તમે તમારી જરૂરિયાત કહો. અમે 2 દિવસમાં તમારા ધંધા માટે ખાસ સિસ્ટમ બનાવી આપીએ. મોબાઇલ અને કમ્પ્યુટર, બંનેમાં ચાલે.
નમસ્તે, રમેશભાઈ
આજનો હિસાબ
₹24,500
આવક
₹8,200
ખર્ચ
₹43,500
બાકી
2 દિવસ
માં તૈયાર થઈ જાય
શૂન્ય
તાલીમની જરૂર
24×7
ગમે ત્યાંથી વાપરો
આજની હાલત
અમારી હરીફાઈ બીજી કોઈ કંપની સાથે નથી. અમારી હરીફાઈ આ ચાર સાથે છે.
પાનાં ફાટે છે, આંકડા ખોવાય છે. જૂની એન્ટ્રી શોધવામાં અડધો કલાક જાય.
કોના પૈસા બાકી છે એ ફક્ત તમને ખબર છે. તમે ન હો તો ધંધો અટકે.
પેમેન્ટની વાત મેસેજમાં દટાઈ જાય. છ મહિના પછી કોણ શોધે?
ઉઘરાણી માટે વારંવાર ફોન. કોને કર્યો, કોને બાકી. કંઈ નોંધ નહીં.
સહેલુ શું કરે છે
અમે તમને "સોફ્ટવેર" નથી વેચતા. અમે આ સવાલોના જવાબ આપીએ છીએ.
સૌથી મોટી ખૂબી
ટાઇપ કરવાની ઝંઝટ કાઢી નાખી. માઇક દબાવો, ગુજરાતીમાં બોલો, એન્ટ્રી થઈ જાય.
સાંભળવા માટે કોઈ પણ વાક્ય પર ટૅપ કરો
મહેશભાઈના દસ હજાર રૂપિયા આવ્યા.
મહેશભાઈ
પૈસા મળ્યા
₹10,000
સાચવોતમારો ધંધો
બધાને એકસરખી સિસ્ટમ નથી આપતા. તમે જે ધંધો કરો છો, સિસ્ટમ એ પ્રમાણે ગોઠવાય છે.
Sahelu PG
PG અને હોસ્ટેલ
રૂમ · ભાડુઆત · ભાડું · ડિપોઝિટ
Sahelu Rent
ભાડાની મિલકત
મિલકત · ભાડુઆત · ભાડું · કરાર
Sahelu Class
ટ્યુશન અને કોચિંગ
વિદ્યાર્થી · બેચ · ફી · હાજરી
Sahelu Gym
જિમ અને ફિટનેસ
મેમ્બર · મેમ્બરશિપ · ફી · મુદત
Sahelu Shop
દુકાન અને વેપાર
ગ્રાહક · વેચાણ · ઉધાર · સ્ટોક
Sahelu Society
હાઉસિંગ સોસાયટી
ફ્લેટ · સભ્ય · મેન્ટેનન્સ · નોટિસ
હોટેલ, ડિસ્ટ્રિબ્યુટર, સર્વિસ. તમારો ધંધો યાદીમાં ન હોય તો પણ બની જશે.
અંદર બધામાં સરખું: ગ્રાહક · પેમેન્ટ · ખર્ચ · દસ્તાવેજ · સ્ટાફ · રિપોર્ટ
વાપરવાની રીત
60 વર્ષના વેપારી પણ પહેલી જ વાર ખોલે અને વાપરી શકે. એટલી સાદી સ્ક્રીન.
નાની લિંક કે છુપાયેલા મેનુ નહીં. જે કરવાનું છે એ સામે જ દેખાય.
પૈસા આવ્યા, ખર્ચ થયો, ગ્રાહકો, હિસાબ. બસ. બાકી બધું અંદર.
અંગ્રેજી શબ્દોનું ભાષાંતર નહીં. તમે જે ભાષા બોલો છો એ જ ભાષા.
ખોટી એન્ટ્રી થઈ જાય તો એક ટૅપમાં સુધારો. કંઈ બગડે નહીં.
કઈ રીતે શરૂ થાય
તમારે કંઈ બનાવવાનું નથી, કંઈ ગોઠવવાનું નથી. ફક્ત કહેવાનું છે.
દિવસ 0
નીચેનું ફોર્મ ભરો અથવા બોલીને કહો. તમારો ધંધો શું છે અને શું તકલીફ છે. 5 મિનિટ.
દિવસ 1-2
તમારા ધંધા પ્રમાણે સ્ક્રીન, નામ અને હિસાબ ગોઠવીએ. તમારે કંઈ કરવાનું નહીં.
દિવસ 2
લિંક ખોલો અને ચાલુ. ફોનમાં પણ, કમ્પ્યુટરમાં પણ. મદદ ફોન પર ગુજરાતીમાં.
શું શું મળે
તૈયાર ટેમ્પ્લેટ નહીં. તમારા ધંધાના નામ, વસ્તુ અને હિસાબ પ્રમાણે બનેલી.
એક જ લિંક. ફોનમાં એપ જેવી લાગે, કમ્પ્યુટરમાં પૂરી સ્ક્રીન.
ટાઇપ કરવાની જરૂર નહીં. બોલો, સહેલુ સમજી જાય.
બધા ગ્રાહક, પેમેન્ટ, ખર્ચ અને રિપોર્ટ એક જગ્યાએ. તમારા કંટ્રોલમાં.
દીકરો, ભાગીદાર કે નોકર. બધા એક જ સિસ્ટમમાં, પણ જુદી પરવાનગી સાથે.
તમારો આખો ડેટા ગમે ત્યારે Excel માં ઉતારી શકો. ડેટા તમારો જ રહે છે.
ડેટા સુરક્ષિત સર્વર પર. ફોન ખોવાય તો પણ હિસાબ ખોવાય નહીં.
વાપરતાં કંઈ ઉમેરવું હોય તો કહો. નાના ફેરફાર દર મહિનાના ભાવમાં જ.
પહેલાં સિસ્ટમ જુઓ, પસંદ આવે પછી જ પૈસા. કોઈ કરાર નહીં.