કઈ રીતે શરૂ થાય

ત્રણ પગલાં. બે દિવસ.

તમારે કંઈ બનાવવાનું નથી, કંઈ ગોઠવવાનું નથી. ફક્ત કહેવાનું છે.

  1. દિવસ 0

    તમે જરૂરિયાત જણાવો

    નીચેનું ફોર્મ ભરો અથવા બોલીને કહો. તમારો ધંધો શું છે અને શું તકલીફ છે. 5 મિનિટ.

  2. દિવસ 1-2

    અમે તમારી સિસ્ટમ બનાવીએ

    તમારા ધંધા પ્રમાણે સ્ક્રીન, નામ અને હિસાબ ગોઠવીએ. તમારે કંઈ કરવાનું નહીં.

  3. દિવસ 2

    તમે વાપરવાનું શરૂ કરો

    લિંક ખોલો અને ચાલુ. ફોનમાં પણ, કમ્પ્યુટરમાં પણ. મદદ ફોન પર ગુજરાતીમાં.

શું શું મળે

બધું અંદર. છુપો ચાર્જ નહીં.

તમારા માટે ખાસ બનેલી સિસ્ટમ

તૈયાર ટેમ્પ્લેટ નહીં. તમારા ધંધાના નામ, વસ્તુ અને હિસાબ પ્રમાણે બનેલી.

મોબાઇલ અને કમ્પ્યુટર બંનેમાં

એક જ લિંક. ફોનમાં એપ જેવી લાગે, કમ્પ્યુટરમાં પૂરી સ્ક્રીન.

ગુજરાતીમાં બોલીને એન્ટ્રી

ટાઇપ કરવાની જરૂર નહીં. બોલો, સહેલુ સમજી જાય.

એડમિન પેનલ

બધા ગ્રાહક, પેમેન્ટ, ખર્ચ અને રિપોર્ટ એક જગ્યાએ. તમારા કંટ્રોલમાં.

સ્ટાફ માટે અલગ પરવાનગી

દીકરો, ભાગીદાર કે નોકર. બધા એક જ સિસ્ટમમાં, પણ જુદી પરવાનગી સાથે.

Excel માં ડાઉનલોડ

તમારો આખો ડેટા ગમે ત્યારે Excel માં ઉતારી શકો. ડેટા તમારો જ રહે છે.

રોજનું બેકઅપ

ડેટા સુરક્ષિત સર્વર પર. ફોન ખોવાય તો પણ હિસાબ ખોવાય નહીં.

ફેરફાર પણ મફત

વાપરતાં કંઈ ઉમેરવું હોય તો કહો. નાના ફેરફાર દર મહિનાના ભાવમાં જ.

પ્રશ્નો

વારંવાર પુછાતા પ્રશ્નો

આ મોબાઇલ એપ છે? Play Store માંથી ડાઉનલોડ કરવાની?

ના. સહેલુ બ્રાઉઝરમાં ચાલે છે. તમને એક લિંક મળે, એ ખોલો એટલે ચાલુ. ફોનમાં હોમ સ્ક્રીન પર મૂકી દો તો એપ જેવી જ લાગે. કંઈ ડાઉનલોડ કરવાનું નહીં, અપડેટ કરવાનું નહીં.

ઇન્ટરનેટ જોઈએ?

હા, જોઈએ. તમારો હિસાબ સુરક્ષિત સર્વર પર રહે છે એટલે એન્ટ્રી કરવા અને જોવા માટે ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે. સાદું મોબાઇલ ડેટા પૂરતું છે. બહુ ઓછો ડેટા વપરાય છે.

ખરેખર 2 દિવસમાં બની જાય?

હા. તમે જરૂરિયાત જણાવો પછી અમે 2 કામકાજના દિવસમાં તમારી સિસ્ટમ તૈયાર કરીને લિંક આપી દઈએ. પહેલાં જોઈ લો, પસંદ આવે પછી જ પૈસા.

મારો ધંધો તમારી યાદીમાં નથી. તો?

વાંધો નહીં. અંદરની રચના બધા ધંધા માટે સરખી છે: ગ્રાહક, પેમેન્ટ, ખર્ચ અને રિપોર્ટ. અમે ફક્ત નામ અને સ્ક્રીન તમારા ધંધા પ્રમાણે ગોઠવીએ છીએ.

બોલીને એન્ટ્રી ખરેખર ગુજરાતીમાં સમજે?

હા. તમે "મહેશભાઈના દસ હજાર રૂપિયા આવ્યા" એમ બોલો એટલે નામ, રકમ અને પ્રકાર ઓળખીને એન્ટ્રી બતાવે. તમે એક વાર જોઈને સાચવો એટલે થઈ ગયું.

જૂનો ચોપડો કઈ રીતે લાવવો?

બાકી રકમ દરેક નામ સામે એક વાર નાખી દો. એમાં અમે મદદ કરીએ છીએ. વર્ષોનો જૂનો હિસાબ ફરી લખવાની જરૂર નથી.

મારો ડેટા સુરક્ષિત છે?

હા. ડેટા એન્ક્રિપ્ટ થઈને ભારતના સર્વર પર રહે છે, રોજ બેકઅપ થાય છે, અને ફક્ત તમે અને તમે જેને પરવાનગી આપો એ જ જોઈ શકે. અમે તમારો હિસાબ કોઈને આપતા કે વેચતા નથી.

બંધ કરવું હોય તો?

ગમે ત્યારે બંધ કરી શકો. કોઈ કરાર નથી, કોઈ દંડ નથી. બંધ કરતાં પહેલાં તમારો આખો ડેટા Excel માં ડાઉનલોડ કરી શકો.

આજે કહો. પરમ દિવસે વાપરો.

પહેલાં સિસ્ટમ જુઓ, પસંદ આવે પછી જ પૈસા. કોઈ કરાર નહીં.